જાણો, 'તેજસ' ટ્રેનની ટેક્નોલોજી સાથેની વિશેષ સુવિધા વિશે
અમદાવાદ : દેશની પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ' એકસપ્રેસ 4 ઑક્ટોબર 2009ના રોજ લખનઉથી દિલ્હી સુધીની શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' અમદાવાદ-મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવા જઇ રહી છે. જેનું ઉદ્ઘાટન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીલીઝંડી આપી કર્યુ હતું. આ ટ્રેનમાં વિશેષ સુવિધાઓ જેવી કે એક્ઝિક્યુટિવ ચેરકાર, દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન જેમાં મુસાફરોને મુવી, મ્યુઝીક, સ્પોટ, ડોક્યુમેન્ટ, ગેમ્સ જેવી સુવિધા આપવામાં આવી છે.