ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનને રાજકિય પાર્ટીના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ - પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું નિધન
અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ ગુજરાતના 13માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના નિધનને લઇને શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચૂડાસમા, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ શ્રદ્ધાજંલિ પાઠવી હતી. પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરિખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજકિય પાર્ટીના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.