નર્મદા ડેમના તળાવ-3માં C પ્લેન ઉતારવાની કામગીરીનો પ્રારંભ, જૂઓ Video - 21મી સપ્ટેમ્બર 19 સુધી વાહનો માટે રૂટ ડાયવર્ઝન
નર્મદાઃ જિલ્લામાં કેવડીયા કોલોનીમાં સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ તળાવ નં-૩ પર સી પ્લેન ઉતારવાના થઇ રહેલા આયોજનની કામગીરી સંદર્ભે મગરને તળાવ નં-3માં જતા રોકવા માટે તળાવ નં-2 અને તળાવ નં-3ને જોડતા લિંક ચેનલ પર જાળી મુકવાના કરાયેલા આયોજન સંદર્ભે કામગીરીને અનુલક્ષીને સદરહુ કામગીરી દરમિયાન જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે એક જાહેરનામું બહાર પાડીને 19મી 21 સપ્ટેમ્બર સુધી વાહનો માટે રૂટ ડાયવર્ઝન આપ્યું છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન કેવડીયા કોલોનીથી તળાવ નં-૩ અને ટેંટ સીટી તરફ અવર જવર માટે કેવડીયા કોલોનીથી ભૂમલીયા એચ.આર (મુખ્ય કેનાલ) થઇ જઇ શકાશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. જે અંગેની નોંધ લેવા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે.