ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઘેડ વિસ્તાર જળબંબાકાર, મહિયારી ગામમાં પાણી-પાણી, જુઓ વીડિયો - વરસાદી પાણીથી જળબંબાકાર

By

Published : Aug 31, 2020, 11:49 AM IST

પોરબંદર: ઘેડ વિસ્તારના મહિયારી ગામ સહિત અનેક ગામમાં વરસાદી પાણીથી જળબંબાકાર થયા છે. પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે માઝા મૂકી છે, ત્યારે વરસાદના કારણે અનેક ગામડાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં આ વર્ષે ખૂબ જ વરસાદ પડવાના કારણે તમામ ડેમ ભરાઈ ગયા છે, પરંતુ ઉપરવાસમાં ભાદર સહિતના અન્ય ડેમના પાટીયા ખોલવામાં આવતા ઉપરવાસનું પાણી વિસ્તારમાં ફરી વળતા તારાજી સર્જી છે. ભાદર ડેમના પાટીયા ખોલવામાં આવતા ઘેડ વિસ્તારના મહિયારી કાસાબડ ભોગસર છત્રાવા જમરા સહિતના ગામોમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા છે. પોરબંદર કુતિયાણા જવાના રસ્તાઓ પણ બંધ થયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ખેડૂતોનો પાક પણ પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણપણે નાશ થયો હોય તેવી ભીતી ખેડૂતોમાં છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક કોઈ કામગીરી હાથ ધરવામાં આવે અથવા તો રાહત આપવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details