અમદાવાદીઓને મોડી સાંજે ગરમીમાંથી મળી રાહત, 2 કલાકમાં નોંધાયો 2 ઇંચ વરસાદ - news of ahmedabad
અમદાવાદઃ શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. જેના કાારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરખેજ, ગોતા, રાણી, નારણપુરા, ઘાટલોડિયા, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, ગોમતીપુર, નિકોલ, મોઢેરા, સરદાર નગર મેઈન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદે મેઘ વરસાવ્યો હતો. માત્ર 2 કલાકમાં નોંધાયેલા 2 ઇંચ વરસાદના કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.