સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી લારી-ગલ્લાઓ કરાયા દૂર, સ્થાનિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - ETV Bharat
નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં રોડ અને હેલીપેડ સહિતની જગ્યામાં સ્થાનિકો દ્વારા ખાણીપીણીની લારીઓ શરૂ કરવામાં આવી હતી. જે લારી-ગલ્લાને આજે સ્થાનિક તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. તંત્રના આ પગલાથી લોકોમાં જનઆક્રોશ ફરી વળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જે જમીન પર કોવડીયા કોલોની બનાવવામાં આવી છે તે જમીન અમે લોકોએ ગુમાવી હોવા છતા અમે લારી મૂકીએ છીએ. વધુમાં તેમનું કહેવું છે કે, તંત્રને રજુઆત કરવા જઈએ તો, ઉડાવ જવાબ આપે છે. સ્થાનિકોએ ઉગ્ર રીતે આજે કલેક્ટરને રજુઆત કરી હતી કે, હવે અમારે ઘરનું ગુજરાન કેમ ચલાવવું?