ભાજપ પર રોડ-રસ્તાના કામો રોકાવવાનો લલીત વસોયાનો આક્ષેપ
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલની નવી બિલ્ડીંગ બાબતે ભાજપના સાંસદ રમેશભાઈ ધડુક અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હોસ્પિટલના આધુનિકરણના મંજૂર કામ અંગેના દાવાઓ કર્યા. લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ભાજપના આગેવાનો લોકોના રોડ-રસ્તાના કામો રોકાવવાના પ્રયત્નો કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. લલિત વસોયાએ નાણા પ્રધાન નિતિનભાઈ પટેલની બજેટ સ્પીચ સાથેનો વીડિયો વાયરલ કરીને આક્ષેપો કરતા કોંગ્રેસ-ભાજપનું રાજકારણ ગરમાયું છે.