અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ જાફરાબાદ શહેરમાં લાડુના પ્રસાદનું વિતરણ કરાયું - gujaratinews
અમરેલી : અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ જાફરાબાદ શહેરમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી અને તેમના પરિવાર દ્વારા લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. 10,000 ઉપરાંતના લાડવા તેમના નિવાસ સ્થાને જ તૈયારી કરી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના નિવાસ સ્થાને રામધૂનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રામમંદિરનો પ્રસાદ દરિયાકાંઠે આવેલા માછીમારોના વિસ્તારમાં વિતરણ કરાયું હતું.