વડોદરાના પાદરામાં કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો, બજારોમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ - કોરોના પોઝિટિવ
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકા બાદ હવે પાદરા નગરમાં પણ કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો હતો. પાદરામાં અનલોક-1 દરમિયાન બજારોમાં છડેચોકના તમામ નિયમોનો ભંગ થતા નજરે પડ્યું હતું. પાદરા ST ડેપો પાસે પોલીસ ચોકીની બહાર જ ઉભેલા ટોળાં પણ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું નજરે પડ્યું હતું. નાગરિકોમાં બેફિકરાઈ નજરે પડી હતી, પરંતુ સાથે તંત્ર પણ નિષ્કાળજી જોવા મળી હતી. પાદરા આ મુખ્ય તમામ બજારોમાં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં દુકાનોની બહાર કોઈ ધારા ધોરણ જળવાતી ન હતી સાથે વાહન ચાલકોમાં ખાસ કરીને બાઇક પર ત્રણ-ત્રણ સવારી ફરતા અને માસ્ક વગર નજરે પડ્યા હતા, સરદાર પટેલ શાક માર્કેટની બહારનો બજાર તેમજ ફુલબાગ જકાત નાકા પાસે લારી પથરાવાળા સહિત ગાંધીચોક કરિયાણા બજાર સહિતના વ્હોરવાડ બજારોમાં કોઈ જાતનો નિયમોનું પાલન થતું ન હોવાનું નજરે પડ્યું હતું, કોરોના પોઝિટિવ કેસો આવતા હોવા છતાં પણ શાક માર્કેટમાં ભીડ જોવા મળી હતી, તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા, પાદરાના આગેવાનો પણ આ ઘોર બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી.