સુરતમાં: ETV BHARATએ કર્યું રિયાલીટી ચેક, લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ - સુરત હિરા બજાર
સુરતઃ શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં સરેરાશ કેસની સંખ્યા 150 જેટલી હતી, જોકે દિવાળી બાદ આ કેસોની સંખ્યા સીધી 260ને પાર થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકતમાં આવી ગઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગીચતા વાળા વિસ્તારોમાં લોકોને એનાઉન્સમેન્ટ કરીને જનજાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ETV Bharatની ટીમ શહેરના મીની બજાર વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટા ભાગના હીરા દલાલો મોઢા પર માસ્ક પહેરેલા ન હતા. તેમજ સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ અંગે પૂછવા જતા તેઓ દ્વારા અવનવા બહાના કાઢવામાં આવ્યા હતા.