સમરસ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાથી લઈ ભોજન સુધી ધાંધીયા, વિદ્યાર્થીઓનો હોબાળો - ભાવનગર સમાચાર
ભાવનગર: સમરસ હોસ્ટેલમાં ભોજન સહિતની સુવિધામાં ધાંધીયાથી વિદ્યાર્થીમાં હોબાળ કર્યો હતો. ભાવનગર સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બળેલું અને પાણી સહિતની સુવિધામાં ધાંધિયાથી વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે બેસી ગયા હતા. મોડી રાત્રે વિદ્યાર્થીઓ ધરણા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પીવાના પાણીનો પ્રશ્ન હોઈ કે, બહુમાળી ઇમારત સમરસ હોસ્ટેલની લિફ્ટ બંધ હોવાનો પ્રશ્ન આમ દરેક જીવન જરૂરિયાતની ચિઝોમાં તંત્રને બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. હોસ્ટેલમાં વારંવાર ભોજન અને વ્યવસ્થાપન કરતા લોકો સામે વિરોધ થતો આવ્યો છે. વિદ્યાર્થીઓને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડતા કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.