જામનગરના હાપામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સોસાયટીમાં બેનર લગાવી વિરોધ - lack of basic amenities in Hapa Jamnagar
જામનગર: હાપામાં આવેલી વેલનાથ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતાં લોકોએ સોસાયટીમાં બેનર લગાવી વિરોધ કર્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું છે કે, અહીં કોઈ રાજકીય નેતાઓએ સોસાયટીમાં પગ મૂકવો નહીં, તેમજ મત માગવા આવવું નહીં. કારણ કે છેલ્લાં 40 વર્ષથી વેલનાથ સોસાયટીના રહીશોને કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. જેમાં સ્થાનિકોની માંગ છે કે, મહાનગરપાલિકા દ્વારા સમગ્ર સોસાયટીમાં પીવાના પાણી માટે નળની વ્યવસ્થા તેમજ તાત્કાલિક ગટર વ્યવસ્થા કરવામાં આવે. તેમજ સોસાયટીમાં તમામ રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.