લાભપાંચમના દિવસે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી - બનાસકાંઠા ન્યૂઝ
અંબાજી: દિવાળીના તહેવારોનો પ્રથમ તબક્કો નવા વર્ષથી લાભ પાંચમ સુઘીનો હોય છે. આજે એટલે કે, શુક્રવારે લાભ પાંચમ હોવાથી યાત્રાધામ અંબાજીના મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. ધજાઓ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં જોવા મળ્યા હતાં. ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લાભ પાંચમના દિવસે ખાસ તીર્થ સ્થળો પર દર્શન કરીને પોતાની પેઢીના નવા વર્ષ માટે મુહર્ત કરી શુભ શરૂઆત કરતાં હોય છે. મોટી સંખ્યામાં વેપારીઓ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં. વેપારીઓએ લાભપાંચમા દિવસે મુહર્ત કરીને પોતાના વેપાર ઘંધાની શરુઆત કરી હતી.