જનતા કરફ્યૂ વચ્ચે કચ્છ સજ્જડ બંધ, સંપૂર્ણ પ્રતિસાદ - જનતા કરફ્યુ
કચ્છ : વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી માર્ચે જનતા કરફ્યૂના કરેલા એલાનને સમગ્ર દેશની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ સંપૂર્ણ રીતે પ્રતિસાદ આપ્યો છે. જેમાં ભુજનું પાટનગર હોય કે છેવાડાનું ગામ તમામ જગ્યા લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા છે. તેમજ જરૂરિયાતના કામ સિવાય લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આ મહામારી સામે સાવચેતી અને જાગૃતિ જ સૌથી મોટો ઉપાય હોવાનું લોકો સમજી ચૂક્યા છે.