કચ્છમાં કાંટા પૂજન સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ - fsa commodity prices 2019
કચ્છઃ જિલ્લાના અંજાર ખાતે આજે લાભ પાંચમના દિવસે ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વલમજી હુંબલ સહીતના અગ્રણી વેપારીઓએ કાંટા પૂજન કરીને નવા વર્ષની આશાઓ સાથે ખેડૂતો, વેપારીઓ અને તમામને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મુહૂર્તના સોદામાં 7,777 રૂપિયામાં મગના અને 2,222 રૂપિયામાં કપાસના સોદા થયા હતા, આ ઉપરાંત કચ્છના અંજાર ખરીદ વેચાણ સંઘ ખાતે રાજ્ય સરકારના આદેશથી ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. રૂપિયા 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ હતી. સારા વરસાદ વચ્ચે વધુ વરસાદ અને કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન ન થાય ત્યારે આગામી શિયાળુ પાકમાં ખેડૂતોને વળતર મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.