કોરોના કહેર, કચ્છના સાંસદની જનતા કરફ્યૂમાં યોગદાનની હાકલ - કોરોના વાયરસ સલામતી
કચ્છ: કોરોના કહેર સામે લડવા માટે રવિવારે જનતા કરફ્યૂનો અમલ કરવા માટે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે કચ્છના સાસંદ વિનોદ ચાવડાએ લોક સંદેશ સાથે લોકોને સ્વેચ્છાએ આ કરફ્યૂમાં જોડાઈને સવારથી રાત સુધી પોતાના ઘરમાં રહેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને જાગૃતિ અને સાવચેતી આ બિમારી સામે લડવાનો સૌથી વધુ સફળ ઉપાય છે, ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલીને પોતાનું યોગાદાન આપે તેવી તેમણે અપીલ કરી હતી.