લોકસભામાં ચોમાસું સત્ર દરમિયાન કચ્છના સાંસદે કચ્છથી દિલ્હી-મુંબઈ માટે સુપરફાસ્ટ ટ્રેનની માગ કરી - કચ્છના સાંસદની માગ
કચ્છઃ :લોકસભામાં ચોમાસું સત્ર દરમિયાન રવિવારે ઝીરો અવર્સમાં ચર્ચામાં ભાગ લેતા સાંસદ વિનોદ ચાવડાએ ભાગ લેતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પગલે કચ્છ અને મુંબઈ વચ્ચે રેલસેવાઓ બંધ હતી. જેને પગલે લોકો મુશ્કેલી અનુભવતા હતા. આ સ્થિતિમાં આગામી 22 સપ્ટેમ્બરથી રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેનની મંજૂરી આપી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના માધ્યમથી રેલવે મંત્રાલયનો આભાર માનતા કચ્છ માટે વધુ બે માંગ મૂકી હતી. ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ અને દિલ્હી વચ્ચે એક માત્ર ભૂજ-બેરેલી ટ્રેન છે અને તેના પ્રવાસમાં પણ પ્રવાસીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. રેલવે મંત્રાલય આગામી સમયમાં કચ્છ અને દિલ્હી વચ્ચે દુરન્તો જેવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરે તેવી માંગ સાથે ચાવડાએ કચ્છ અને મુંબઈ વચ્ચે પણ સુપરફાસ્ટ ટ્રેન આપવાની માંગ કરી હતી.