હરિદર્શન માટે હરિભક્તોએ જોવી પડશે રાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો 17 જૂને ખુલશે - કોરોનાના કારણે મંદિરો બંધ
અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે અપાયેલા બે મહિનાન લોકડાઉન બાદ ગુજરાત સરકારે 8 જૂનથી મોલ અને ધાર્મિક સ્થાનો ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર કેટલાય મંદિરો થોડા મોડા ખુલેશે તેવી જાહેરાતો મંદિરો દ્વારા કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, સરકારના કાયદા મુજબ મંદિરો ખોલવા જોઈએ અને આદેશ માનવો જોઈએ. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હજુ થોડી રાહ જોવી જોઈએ એવું તેમને લાગે છે. જેના કારણે 17 જૂન પછી સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખાઓના મંદિરો ખોલવામાં આવશે એવું દરેક સંસ્થાએ જાહેર કરેલ છે.એ જ પ્રમાણે સ્વામિનારાયણ મંદિર કુમકુમ પણ 17 જૂન પછી ખોલવામાં આવશે એવું નક્કી કરાયું છે.