જુઓ...ડાકોરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી - કૃષ્ણ જન્મોત્સવ
ખેડાઃ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરના મસ્તકે તિલક કરી જન્મની વધામણી કરવામાં આવી હતી અને ગોપાલલાલજીને સોનાના પારણે ઝુલાવવામાં આવ્યા હતા. જન્મની વધામણી માટે વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ મંદિરમાં ઉમટ્યું હતું. ઉપસ્થિત ભાવિકોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ઉત્સાહપૂર્વક જન્મની વધામણી કરી હતી. જન્મ બાદ શ્રીજીને કેસરથી સ્નાન કરાવવામાં આવ્યુ હતું તે પછી પંચામૃત સ્નાન બાદ ભગવાનને શુદ્ધ સ્નાન કરાવવામાં આવ્યું હતું.