કોકિલાબેન ધિરુભાઇ અંબાણી પહોંચ્યા દ્વારકાધીશના દર્શને - Kokilaben Ambani Visit Dwarka Temple
દ્વારકા: રિલાયન્સ ગૃપના માલિક મુકેશ અંબાણીના માતા કોકિલાબેન ધિરુભાઇ અંબાણી આજે દ્વારકાધીશના દર્શન કરાવાપહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા ધરાવતો અંબાણી પરિવાર વર્ષમાં અનેકવાર દ્વારકા પધારે છે. આજે કોકિલાબેન આવ્યા હતાં. દ્વારકાના તેમના કુળ પુરોહિતો અને દ્વારકાદિશ પુજારી પરિવારે તેમનુ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના પાદુકા પુજન અને દર્શન કર્યા હતા.