હેલ્મેટ ફરીથી ફરજીયાત, શું છે અમદાવાદીઓનો મત...જૂઓ વીડિયો... - હેલ્મેટ ફરજીયાત
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થયું છે. તે મામલે લોકોએ કહ્યું કે, હેલ્મેટ સલામતી માટે છે, તો પહેરવું જોઈએ. તો કેટલાક લોકોનું કહેવું છે કે, શહેરી વિસ્તારમાં તો હેલ્મેટ ના પહેરવું જોઈએ. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ કહ્યું કે, હેલ્મેટ પહેરવું તો ફરજિયાત હોવું જોઈએ. પરંતુ હેલ્મેટ ના પહેરવામાં દંડમાં ઘટાડો કરવો જોઈએ. ક્યારેક ઉતાવળમાં પણ હેલ્મેટ પહેરવાનું રહી જાય તો તે સમયે 500રૂ.નો દંડ ભરી ના શકાય.