પરદેશી પતંગબાજોનું પ્રિય બન્યું અમદાવાદ, પોલાન્ડનાં પતંગબાજ બાર્બરા સાથે Etv Bharatની ખાસ વાતચીત - Ahmadabad news today
અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર મંગળવારથી લઇ 14 તારીખ સુધી આકાશમાં રંગબેરંગી પતંગોનો જમાવડો જામશે. ત્યારે અમદાવાદમાં આકાશનો રોચક નજારો જોવા મળશે. જેમાં પરદેશના પતંગબાજોના અવનવા આકારના પતંગોથી સુંદર દ્રશ્યો સર્જી રહ્યાં છે. અમદાવાદના આંગણે પોતાની પતંગબાજી અજમાવવા આવેલાં પોલાન્ડનાં બાર્બરા સાથે Etv ભારત ગુજરાતના સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી હતી.