Kishan bharawad murder case : રાજકોટમાં માલધારી સમાજ પાછળ બંદુક લઇને ભાગનાર કોણ છે? જૂઓ સંપૂર્ણ વિડીયો... - Watch full video of lathi charge in rajkot
રાજકોટ : ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યાના મામલો દિન-પ્રતિદિન રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે રાજકોટ કલેક્ટરને અરજી આપવા માટે માલધારી સમાજ ઉમટી પડ્યો હતો, તે દરમિયાન આ રેલીમાં "કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ", 'કિશનના હત્યારાઓને ફાંસી આપો, ફાંસી આપો, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ' જેવા નારા લગાવ્યા હતા અને રસ્તાઓ પણ રોક્યા હતા અને ત્યાની દુકાનો પણ બંધ કરાવી હતી. આ મામલો વધુ વણસે તે પહેલા પોલીસે આવીને શાંત પાડવાના પ્રયત્નો કર્યા છતા મામલો શાંત ન પડતા પોલીસને લાઠીચાર્જના વારો આવ્યો હતો અને લાઠીચાર્જમાં પોલીસ હાથમાં બંદુક લઇને દોડતા પણ નજરે પડી રહ્યા છે.
Last Updated : Jan 31, 2022, 9:10 PM IST