કાંકરિયા કાર્નિવલ 2019માં કિંજલ દવેએ મચાવી ધૂમ - અમદાવાદ શહેર
અમદાવાદઃ શહેરમાં ક્રિસમસથી શરૂ થઈ 31st સુધી ચાલતા કાંકરિયા કાર્નિવલની બુધવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂઆત કરાવી હતી. કાર્નિવલને મુખ્ય પ્રધાને ખુલ્લો મૂક્યો ત્યારે તેમની સાથે સરકારના અનેક પ્રધાનો ઉપસ્થિત રહ્યા, ત્યારે કાર્નિવલમાં મહેમાન તરીકે લોકગાયિકા કિંજલ દવે ઉપસ્થિત રહી હતી. કિંજલ દવેના આગમનથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. કાર્નિવલનો આનંદ કિંજલે પણ ઉઠાવ્યો હતો.