કિંજલ દવે, કૈલાશ ખેર, સાયરામ દવે પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ - ahmedabad news
અમદાવાદઃ આજે નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ માટે અનેક ગુજરાતી તથા બૉલિવૂડ ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યાં છે. બૉલિવૂડ સિંગર કૈલાશ ખેર બાહુબલીનું ગીત ગાઈને સ્વાગત કરશે. ઉપરાંત તેઓ અન્ય કેટલાક ગીતો પણ ગાઈને ગુજરાતની ધરતી ગુંજવશે. જ્યારે અન્ય ગુજરાતી ગાયક કલાકારો કિંજલ દવે, ગીતા રબારી, પાર્થિવ ગોહિલ, સાયરામ દવે અને કિર્તીદાન ગઢવી જેવા કલાકારો પણ ગીતોની રમઝટ બોલાવશે.