ઈન્દોરમાં યોજાયેલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ - ETV Bharat
ભરુચઃ રાઇફલ શૂટિંગમાં ભરૂચનું ગૌરવ ગણાતી ખુશી ચુડાસમાએ ગત્ મહિને 55મી સ્ટેટ ચેમ્પિયનશિપમાં રાજ્યકક્ષાએ 6 ગોલ્ડ મેડલ જીત્યા હતાં. ત્યારે ખુશીએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા, દિવ-દમણ, દાદરા નગર હવેલીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખુશી ચુડાસમાને 3 પોઝિશન ઇવેન્ટમાં 50 મીટર સ્મોલ બોર 0.22 રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખુશી ચુડાસમા સાથે પૃથ્વીરાજસિંહ રાણા, પાર્થસિંહ રાજાવત, સુજલ શાહ, અધ્યયન ચૌધરી અને ધનવીર રાઠોડ નેશનલ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ જતા ભરૂચ જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે.