MSUમાં અભ્યાસ કરતી ખુશ્બુ જાની હત્યા મામલો, હત્યારાઓને વહેલી તકે પકડવા માટે ગામ લોકોએ યોજી રેલી
વડોદરાઃ શહેરમાં MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી અને પાદરાના ચાણસદ ગામ ખાતે માતા સાથે રહેતી ખુશ્બુ જાનીની હત્યા કર્યા બાદ હત્યારાઓએ મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. જોકે ચાણસદ સહિતના ગામમાં ખુશ્બુની હત્યાનો મામલો પોલીસ માટે પડકારરૂપ બન્યો છે. જોકે આ સમગ્ર મામલે પાદરા પોલીસ સહિત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાચ, જિલ્લા SOGની વિવિધ ટીમો દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે ચાણસદમાં ગ્રામવાસીઓએ ખુશ્બુને શ્રદ્ધાંજલી આપવા માટે રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હત્યારાને ઝડપી પાડવા માટે સમગ્ર ગામના લોકો એકત્ર થઈ વિવિધ પ્લેકાર્ડ્સ અને પોસ્ટરો લઈને રેલીમાં જોડાયા હતાં. આ રેલીમાં ખુશ્બુના પરિવારજનો પણ જોડાયા હતાં. પોલીસ ઝડપથી હત્યારાઓને ઝડપી પાડે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જોકે ચાણસદના ડેપ્યુટી સરપંચે ખુશ્બુના હત્યારાઓની માહિતી આપનારને રૂપિયા 2.50 લાખ ઇનામ આપવાની જાહેરાત કરી છે.