સંસદના ચોમાસું સત્રમાં ખેડાના સાંસદે ખેડૂતોના પ્રશ્નને લઇ કૉઓર્ડિનેશન કમિટી બનાવવાની માંગ કરી - Kheda News
લોકસભામાં ચોમાચું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહમાં જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં ભારત સરકારના ત્રણ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. જેનું કામ હાઇલેવલ ઇન્ફાસેક્ટરે બની રહ્યું છે. જેના કારણે વોટરલોંગીગની સમસ્યા ઉભી થઇ રહી છે. જેથી ખેડૂતોને ખુબ નુકસાન થઇ રહ્યું છે. તેમજ ખેડૂતોને વળતરની પણ ઘણી સમસ્યા થઇ રહી છે. એજન્સી વળતરને લઇને ખેડૂતો સાથે સારી રીતે વાત નથી કરી રહી. જેથી એક કમિટી બનાવવાની માંગ તેઓએ કરી હતી.