ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ એક કાર્યક્રમમાં ઢોલ વગાડી ગરબે ઘૂમ્યા - વુસિંહ ચૌહાણ ઢોલ વગાડી ગરબે ઘૂમ્યા

By

Published : Oct 12, 2019, 11:30 PM IST

ખેડાઃ જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કપડવંજ ખાતે એક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ઢોલ વગાડવા સાથે ગરબે ઘૂમી રમઝટ માણી હતી. કાર્યક્રમમાં આવેલા સાંસદને ગરબે ઘુમતા નિહાળી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. માં શક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રી રંગેચંગે ઉજવણી બાદ હાલ પૂર્ણ થયું છે. જો કે તેની અસર હજી પણ ઠેર ઠેર જોવા મળી રહી છે. વળી કેટલાક વિસ્તારોમાં શરદ પૂર્ણિમા સુધી પણ ગરબા ચાલુ જ રહે છે તો સાથે હાલ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં પણ ગરબા યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડાના કપડવંજમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શરદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ગરબે ઘુમતા તેમજ ઢોલ વગાડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં આવેલા સાંસદને ઢોલ વગાડતા તેમજ ગરબે ઘુમતા નિહાળી આયોજકોનો પણ ઉત્સાહ બેવડાયો હતો અને આનંદિત થઇ તેઓ પણ સાંસદ સાથે ગરબા ગાવા જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details