ખેડામાં સોલાર પેનલની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો - દેશી વિદેશી દારૂની હેરાફેરી
ખેડા: જિલ્લાની મહુધા પોલીસે વિદેશી દારૂ લઈ જતું કન્ટેનર ઝડપી પાડ્યું છે. સોલાર પેનલની આડમાં કન્ટેનરમાં લઈ જવાતા દારૂના જથ્થા સહિત રૂપિયા 46 લાખ 58 હજાર 365ના મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, દેશી વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે ખેડાની મહુધા પોલીસ દ્વારા કન્ટેનરમાં સોલાર પેનલની આડમાં દારૂની થતી હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે.