CAAના વિરોધમાં ખેડા શહેર સજ્જડ બંધ - CAB
ખેડા : જિલ્લાના ખેડા શહેરમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઇને વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બંધને પગલે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.