ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે સુરતમાં ખાદી ઉત્સવનો પ્રારંભ - 150th birth anniversary of Mahatma Gandhi

By

Published : Nov 5, 2019, 11:18 PM IST

સુરત: ખાદીને ફેશન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે, ત્યારથી લોકોમાં ખાદીને લઈ રુચિ વધી છે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સુરતમાં ખાદી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ખાદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં 20 ટકા વળતર રાજ્ય સરકાર ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને આપી રહી છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની દેશભરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અડાજણ ખાતે આવેલા હની પાર્ક ગ્રાઉન્ડમાં ખાદી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્થળેથી લોકો ખાદીની આસાનીથી ખરીદી કરી શકશે, ખાદી ઉત્સવમાં પ્રધાનમંત્રી રોજગાર યોજના સાથે જોડાયેલા લોકો પણ આ ખાદી ઉત્સવમાં સામેલ થયા હતાં. ખાદી ઉત્સવમાં આશરે 115 જેટલા સ્ટોલ છે, જેથી ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહે તેમજ લોકો ખાદીના કાપડની ખરીદી વધુમાં વધુ લોકો કરી શકે.

ABOUT THE AUTHOR

...view details