કેવડિયાની એકતા નગરીને રંગબેરંગી લાઈટોની રોશનીથી શણગારાઇ - Celebration of the Statue of Unity on October 31st
નર્મદા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 1 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેને કારણે વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે. જેને ધ્યાને લઇને સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાઇટીંગ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉજવણી પહેલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કીમી વિસ્તારને LED લાઇટિંગ, LED સાઈન બોર્ડ, LED ગેટ, LED મોડલ્સ, LED ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. શનિવારે તમામ લાઇટિંગ શરૂ કરી દેવામાં આવશે. હાલમાં સ્ટેચ્યુ રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું હતું.