પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને પૂર્વ કેબિનેટ પ્રધાન મંગુભાઇ પટેલે આપી શ્રદ્ધાંજલિ - Mangubhai Patel
નવસારી: જનસંઘના કાર્યકારથી ભાજપના દિગજ્જ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ ભાજપમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે જનસંઘથી કેશુભાઈના સાથી અને પૂર્વ કેબિનેટ પ્રધાન મંગુભાઇ પટેલે તેમના નિધનથી ભાજપને ન પુરાય એવી ખોટ પડી હોવાનું જણાવ્યું હતુ. સાથે જ તેમણે કેશુભાઈના નિખાલસ સ્વભાવ તેમજ મુખ્ય પ્રધાન રહેતા કેશુભાઈએ નવસારીને આપેલી મધુર જળ યોજનાને યાદ કરી, તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.