ભુજમાં કેશુભાઇ પટેલની યોજાઈ શોકાંજલિ સભા, વિવિધ આગેવાનોએ પાઠવી શ્રદ્ધાંજલિ - કચ્છ
ભુજઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના નિધન પર ગુરુવારે ભુજ ખાતે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આગેવાનોએ શોક સભામાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભાજપના મહામંત્રી કે.સી પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન દિલીપ ઠાકોર, ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનો આ સભામાં જોડાયા હતા, આગેવાનોએ એક સુરે સમગ્ર ગુજરાતને કેશુભાઈ પટેલની વિદાયથી મોટી ખોટ પડી હોવાનું જણાવી દિવંગત આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.