જૂનાગઢઃ કેશોદમાં મેઘમહેર, એક રાતમાં 79 મીમી વરસાદ નોંધાયો - જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢઃ કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકાભરમાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ગુરૂવારે રાત્રે 8 કલાકથી સવારના 8 કલાક સુધીમાં 79 મીમી વરસાદ વરસ્યો છે. હાલના વર્ષે મોસમનો કુલ 769 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. જાણે ઘેડપંથક બેટમાં ફેરવાયું છે. નદી, નાળા, ચેકડેમો, કુવાઓ છલકાયા છે.