કેશોદના ખેડૂતોએ મગફળી ખરીદીના પ્રશ્ને જૂનાગઢ હાઇવે કર્યો ચક્કાજામ - Junagadh Highway
જૂનાગઢઃ કેશોદમાં ખેડૂતોએ મગફળી ખરીદીના પ્રશ્ને માર્કેટિંગ યાર્ડ સામે કેશોદ જૂનાગઢ રોડ ચક્કાજામ કર્યો હતો. માર્કેટીંગ યાર્ડ ખાતે અવારનવાર મગફળીની ખરીદી બંધ રહેતી હોવાના કારણે રોષે ભરાયેલા ખેડુતોએ કેશોદ જૂનાગઢ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. ખાસ કરીને ગામડે આવતા ખેડુતોને બહુજ મુશ્કેલી પડી રહી હોવાથી ખેડુતો વિફર્યા હતા અને નેશનલ હાઇવેને ચક્કાજામ કરીને બંધ કરાયો હતો. જયારે પોલીસે આવીને ખેડૂતો સાથે સમજણ કરીને સમાધાન થયું હતું.