સોમનાથમાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો પરંપરાગત મેળો કોરોનાને કારણે રદ્દ - ETV Bharat News
ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારી અને કેન્દ્ર સરકારના દિશા નિર્દેશને ધ્યાને લઇને મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ચાર દશકથી અવિરત રીતે સોમનાથના સાનિધ્યમાં યોજાય છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ETV ભારત સાથે ટેલીફોનીક વાત ચીતમાં જણાવ્યું કે, લાખો લોકોની માનવ મેદની એકઠી કરવી એ શક્ય નથી. તેના કારણે આ લોકમેળો રદ્દ કરવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો છે.