સુરેન્દ્રનગગરમાં રખડતા ઢોર પકડવા કરણી સેના દ્રારા કલેક્ટરને આવેદનપત્ર
સુરેન્દ્રનગરઃ શહેરના મુખ્યમાર્ગો પર દિનપ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. બે દિવસ પહેલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર ગુરુકુળ પાસે બે આખલાની લડાઈમાં અડફેટે આવી જતા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતકના પરિવારજનો અને રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને રખડતા ઢોર પકડવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે આવેદનપત્ર અપાયુ હતું. આ ઉપરાતં મૃતકના પરિવારજનોને વળતર આપવાની માંગ કરાઈ હતી. રખડતા જાનવરોના ત્રાસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન ભરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.