પાટણની કર્મભૂમિ સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરાયું - સ્ટ્રોમ વોટર ડ્રેનેજ
પાટણ: શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી કર્મભૂમિ સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓના મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે. ગત ઘણા વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા આ પાણીના કાયમી નિકાલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેથી નગરપાલિકા તંત્ર દ્વારા અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 51 લાખની ફાળવણી કરી કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામને મંજૂર કરી પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિકોમાં ખુશીની લહેર પ્રસરી છે.