કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ - by election 2019
ખેડાઃ કપડવંજ નગરપાલિકા વોર્ડ 7ની ખાલી પડેલ 10 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનુ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયુ હતું. જે પેટા ચૂંટણીમાં 15 અપક્ષ અને 9 ભાજપના મળી કુલ 24 ઉમેદવારો છે. કપડવંજ નગરપાલિકાની ખાલી પડેલ 10 બેઠકોની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. 34 બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ૧૪૨૯૮ મહિલા સહીત કુલ ૨૮૮૫૧ મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી ૨૪ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યુ છે. યોજાયેલ મતદાનની 24 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે.
Last Updated : Oct 22, 2019, 8:38 PM IST