રાજ્યસભાની ચૂંટણીમાં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાનું ભાજપને સમર્થન - રાજ્યસભાની ચૂંટણી
પોરબંદરઃ કુતિયાણાના ધારાસભ્ય અને બાહુબલી નેતાની છાપ ધરાવનાર NCP નેતા કાંધલ જાડેજા આવનાર રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપને સાથ આપી વિકાસને આગળ વધારવાની મીડિયાએ સમક્ષ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, ભાજપ પક્ષ હંમેશા વિકાસ કરી રહ્યો છે, રાણાવાવ કુતિયાણા વિસ્તારમાં પણ ભાજપ દ્વારા વિકાસના કામને મંજૂરી મળી રહી છે, આથી ભાજપને સમર્થન આપવાનું જણાવ્યું હતું.