કમલેશ તિવારી હત્યાકાંડ બાદ હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ, VHPએ કમિશ્વરને આવેદનપત્ર પાઠવ્યું - હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ
સુરત :લખનઉમાં કમલેશ તિવારીની હત્યા બાદ હિન્દુ સંગઠનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓને કડકથી કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે સુરત વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગ દળ દ્વારા સુરત પોલીસ કમિશ્વરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર બજરંગ દળ દ્વારા લખનઉમાં થયેલા હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસ મામલે સુરત પોલીસ કમિશ્નરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સુરત શહેરના પ્રમુખે જણાવ્યું કે,લખનઉ હત્યા કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું છે.જે હત્યા કેસમાં આરોપીઓ સુરતના લીંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે.પોલીસે ટૂંક જ સમયમાં હત્યાના આ કેસમાં આરોપીઓને ઝડપી પાડયા છે.આશંકા છે કે આતંકવાદી પ્રવૃતી કરનારા તત્વોને સુરતમાં રહેતા કેટલાક આશરો આપી રહ્યા છે.