ઈડરના કાલભૈરવના મંદિરે 1111 દિવાની આરતી કરાઈ
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરના બોલુંદરા ગામે આવેલા ગુજરાતના એકમાત્ર શિખરબંધી કાલભૈરવ મંદિર ખાતે વિશેષ પૂજા કરાઈ હતી. જેમાં 1111 દિવાની વિશેષ આરતી કરવામાં આવી હતી. આ વિશેષ આરતી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે કરવામાં આવી હતી. જેનો લ્હાવો લેવા માટે દર્શાનાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતા.