ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં કાલિકા માતા મંદિરમાં કાલી પૂજા, રાજા સિદ્ધરાજ જયસિંહે માતાની મૂર્તિ સ્થાપિત કરી હોવાની લોકવાયકા

By

Published : Nov 4, 2021, 9:59 AM IST

પાટણમાં દિવાળીના તહેવારના બીજા દિવસે (કાળી ચૌદસ) નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરમાં કાલી પૂજા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. એવું લોકો માની રહ્યા છે કે, પાટણમાં વર્ષો પહેલા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાકાળી માતાની મૂર્તિને પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે સ્થાપિત કરી હતી. ત્યારથી આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દિવાળીના બીજા સોપાન એવા કાળી ચૌદસ એટલે કે સાધના દિવસ. આ દિવસે સાધકો એકાંત સ્થળે જઈ રાત્રિ દરમ્યાન વિવિધ દેવી દેવતાઓની સાધના અને ઉપાસના કરે છે. ત્યારે નગર દેવી શ્રી મહાકાળી મંદિર પરિસરમાં સમૂહ કાલી પૂજાનું આયોજન મંદિરના પુજારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાલી પૂજામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો અભિષેક, શ્રૃંગાર, પૂજનવિધિ કરવામાં આવી હતી. આ સાથે જ કાલિકા પૂરાણમા ઉલ્લેખિત 'ક' અક્ષરથી શરૂ થતા માતાજીના 1008 નામોના ઉચ્ચારણ દ્વારા ભાવિક ભક્તોએ પૂજા કરી હતી. આ પૂજાનું મહત્ત્વ એ છે કે, માતાજીના 1008 નામ જાપ કરવાથી 1,000 ચંડીપાઠનું ફળ પ્રાપ્ત થાય છે. જોકે, છેલ્લા 2 વર્ષ કોરોનાના કારણે મંદિરમાં પૂજા નહતી કરવામાં આવી, પરંતુ આ વર્ષે કોરોના હળવો થતા મંદિરમાં પૂજાનું આયોજન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details