લોકગાયિક કાજલ મહેરિયાએ કર્યું ટીક-ટોક અનઈન્સ્ટોલ, ચીની વસ્તુનો બહિષ્કાર કરવાની કરી અપીલ - kajal maheriya deleted tik-tok
મહેસાણાઃ તાજેતરમાં કોરોના વાઇરસથી ભારતીય સેના પર હુમલો કરવા સુધીની ચીનની હરકતથી સમગ્ર ભારતવાસીઓ ચીન સામે રોષે ભરાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણા સ્થિત રહેતી લોકગાયિકા કાજલ મહેરિયાએ પોતાના લાખો ટીક-ટોક ફોલોવર હોવા છતાં પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવી ચીનની મનોરંજન અને પબ્લિસિટી અપાવતી ટીક-ટોક એપ્લિકેશનને પોતાના મોબાઈલમાંથી અનઈન્સ્ટોલ કરી છે. કાજલ મહેરિયાએ અન્ય લોકોને પણ આ ચાઈનીઝ એપ ડિલીટ કરવા તેમજ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે અપીલ કરી છે.