રાજકોટનું કાગવડ ખોડલધામ મંદિરનું કેમ્પસ 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ - kagvad
રાજકોટ : વિશ્વભરમાં કોરોના વાઇરસના કારણે હાહાકાર મચી ગયો છે, ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સાવચેતીના ભાગરૂપે 20 માર્ચથી 31 માર્ચ સુધી ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખોડલધામ કેમ્પસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજિંદા 10થી 12 હજાર જેટલા દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. જેથી તમામ ભક્તોને જાણ થાય કે 20 માર્ચથી 31 માર્ચ સુધી ખોડલધામ મંદિરના દ્વાર બંધ રહેશે.