કડાણામાં ટ્રાઈબલ સબ પ્લાનની ગ્રાન્ટ ફાળવવા મુદ્દે ધારાસભ્ય વિરૂદ્ધ રોષ - Traybal sub plants
મહીસાગરઃ કડાણા તાલુકામાં ટ્રાઈબલ સબ પ્લાનની ગ્રાન્ટ ફાળવવાના મુદ્દે ધારાસભ્ય કુબેર ડિંડોર વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. MLA દ્વારા ગેરરીતિ કરી ટકાવારી લઈને મળતીયાઓ અને તેમના અંગત ટેકેદારોને કામો ફાળવી દેવાના આક્ષેપ સાથે કેટલાંક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા પોતાની મનમાની કરતા સરકારના આયોજન મુજબ વિકાસના કામોમાં ગ્રાંટના 40 ટકા ગ્રામપંચાયતના ઠરાવ દ્વારા ગ્રામપંચાયતને ફાળવવામાં ન આવતા તથા એસ.પી.સભ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતની ભલામણો ગ્રાહ્ય ન રાખતા તમામ લોકોએ વિરોધ નોધાવ્યો હતો.