કડાણા ડેમની જળ સપાટી વધીને 7 ફુટ 5 ઇંચનો વધારો - etv bharat news
મહીસાગર: ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. મહિસાગરમાં 8 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાં ભારે વરસાદ થવાને કારણે જળસ્તરમાં 24 કલાકમાં 7 ફુટ 5 ઇંચનો વધારો નોંધાયો છે. હાલ પાણીની આવક 1,43,800 ક્યુસેક છે. ડેમનું જળસ્તર 405.6 ફુટ પહોંચ્યું છે. ડેમ ભયજનક સપાટીથી 7.5 ફુટ ખાલી છે. થોડા સમય પહેલા પાણીની સપાટી ઓછી થતાં સિંચાઇ તેમજ પીવાના પાણી માટે પ્રશ્નો હતા. પરંતુ ડેમમાં પાણીની આવક વધતા જિલ્લાઓ માટે રાહતના સમાચાર કહી શકાય.