ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ: દાતાર પર્વત પર સિંહ જોવા મળ્યો - Junagadh mountain near forest king

By

Published : Dec 2, 2019, 11:06 PM IST

જૂનાગઢ: ગિરનાર બાદ હવે દાતાર પર્વત પર પણ વનરાજ એની હાજરીના પુરાવાઓ મળી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં સિંહનો મુકામ જોવા મળી રહ્યો છે. દાતાર પર્વત પર પણ વનરાજોની હાજરીના પુરાવાઓ મળી રહ્યા છે. સોમવારે વહેલી સવારે દાતાર પર્વતના પગથિયા ઉપર જંગલનો રાજા જઈ રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે સમયે સિંહ દાતાર પર્વતના પગથીયાઓ ઓળંગી અને જંગલમાં જઇ રહ્યા હતો તે સમયે સિંહની થોડે ઉપર એક યાત્રિક પર્વત પર ચઢી રહ્યો હોય તેવું દ્રશ્યમાન થાય છે. બીજી તરફ પર્વત પર ઉપરની તરફ જઈ રહેલા યાત્રિકોની નજરમાં વનરાજ આવી ચડતા તેઓએ વનરાજનો વીડિયો તેના મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. સાથોસાથ યાત્રિકોને વીડિયો બનાવવાની સાથે નજર સમક્ષ જંગલના રાજાને નિહાળવાની અદભુત અને અવિસ્મરણીય ક્ષણો પર પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો દાતાર પર્વત પર વનરાજનું મુકામ એમ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details